વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંશોધન દરમિયાન
ભારત સિવાય દુનિયામાં એક જ સ્થળે જેલીફિશ લેક નોંધાયું છે છત્રી જેવો આકાર ધરાવતી જ

અમદાવાદ, ગુરુવાર
વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંશોધકોને ગુજરાતમાં સંશોધન દરમિયાન જેલિફીશનું આખુ તળાવ મળી આવ્યું છે. ભારતમાં આ રીતે જેલીફિશનો મોટેપાયે વસવાટ હોય એવુ તળાવ મળ્યાંની આ પહેલી ઘટના છે. તળાવ કચ્છના અખાતમાં અરમબાડા ગામ પાસે મળી આવ્યું છે. તળાવ છે તો કચ્છના અખાતમાં જ પરંતુ ચોક્કસ વિસ્તારમાં જેલીફિશના ટોળાં રહેતા હોવાથી તેનું પાણી આસપાસના પાણીથી અલગ પડે છે. માટે વિજ્ઞાાનીઓએ તેને તળાવ નામ આપ્યું છે. આ તળાવ જોકે એક ચોરસ કિલોમીટર કરતાં પણ ઓછા વિસ્તારમાં ફેલાયેલુ છે.
દેખાવે આકર્ષક લાગતી જેલીફિશ પાણી એકદમ સ્વચ્છ હોય અને ભરતી-ઓટથી બહુ વિક્ષેપ ન પડતો હોય એવા વિસ્તારમાં જ રહેવાનું પસંદ કરતી હોય છે. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના વિજ્ઞાાની બી.સી.ચૌધરી અને તેમની ટીમ આ વિસ્તારમાં માત્ર તપાસ કરવા હેતુથી જ આવી હતી. એ દરમિયાન તેમને આ જેકપોટ હાથ લાગી ગયો હતો. તપાસ કરતી વખતે ટીમના કેટલાક સભ્યોએ અન્ડરવોટર કેમેરાઓ સાથે ડૂબકીઓ મારી હતી અને એ દરમિયાન જેલીફિશની હાજરી નોંધાઈ હતી. ભારતમાં સંશોધકોએ આ પહેલાં આટલી મોટી સંખ્યામાં જેલીફિશની વસતી બીજે ક્યાંય જોઈ નથી. ભારતના લાંબા દરિયા કિનારા પૈકી કેટલાક વિસ્તારોમાં જેલીફિશ જોવા મળે છે. પરંતુ અહીં દેખાયેલી જેલીફિશ અલગ પ્રકારની છે. તેનું નામ અપસાઈડ ડાઉન જેલીફિશ છે કેમ કે એ માથુ નીચે અને પગ ઉપર રાખીને તરે છે. માટે આ તળાવ વિશિષ્ટ અને અભ્યાસનો વિષય બન્યું છે. અહીંની જેલીફિશની બીજી વિશિષ્ટતા એ છે કે તે અહીં આખુ વર્ષ રહે છે. મતલબ કે આ તળાવ તેનું કાયમી રહેઠાણ છે. અન્ય જેલીફિશની માફક ફરતા રામ નથી. ભારતમાં મળી આવેલા આ તળાવ પહેલા જગતમાં જેલીફિશનું એક જ તળાવ નોંધાયુ છે. એક તળાવ પ્રશાંત મહાસાગરના પાલાઉ ટાપુ પાસે આવેલુ છે, જે ઈલ માલ્ક તળાવ તરીકે ઓળખાય છે.
જેલીફિશ એટલે શું?
જેલીફિશ તેના છત્રી જેવા વિશિષ્ટ આકારને કારણે ઓળખવી અત્યંત સરળ છે. દુનિયાના લગભગ તમામ મહાસાગરોમાં તેની હાજરી છે અને પૃથ્વી પર અંદાજે ૫૦થી ૭૦ કરોડ વર્ષથી તેઓ વસે છે. જેલીફિશ અન્ય માછલીઓની જેમ હલેસાં કે પાંખો હલાવીને તરતી નથી પરંતુ તેના આકારને કારણે મુક્ત રીતે જ આમથી તેેમ ફરતી રહે છે. પારદર્શક હોવાથી જેલીફિશને ધ્યાનથી જોવામાં આવે તો શરીરના ઘણા ખરા અંગે ઓળખી પણ શકાય છે.

No comments:
Post a Comment
Please Give Your Valuable Comments